કોરોના !
મમ્મીએ ડ્રેસ કાઢ્યો ઘર સફાઈ કરતાં.
એ જોઈ મને મારી સ્કૂલ યાદ આવી ગઈ !
મારા દોસ્તોની ધમાલ મસ્તી યાદ આવી ગઈ.
પાઠ ભણાવતા ગુરુ ગણની યાદ આવી ગઈ.
હવે તો ઘરમાંને ઘરમાં ગોંધી રાખે છે.
બીક બતાવી દાદી ટોકે,
દાદા મારે ડંડા !!
પાડોશમાંયે જવા ન દે ઘડીકેય રમવા !
શેરીમાં તો પોલીસ દાદા મારે લાઠી ડંડા.
સમજ નહિ કે મમ્મી કેમ થાય ગુસ્સે?
ઘરમાં જ રહો,રમો વારંવાર કે' છે પપ્પા !
એવુ તો શું જગતમાં થયું બધું બંધ બંધ !
કોઇ કહેતું નથી,થાકું તો સુવાડી દે છે પપ્પા.
- વાત્ત્સલ્ય