🖋️ *આપણા બ્રાહ્મણો ઉપર કવિતા.* 🖋️📚
*ભટ્ટ* ભરપૂર કરે વટ , ને લાડું કરે ચટૃ.
બ્રાહ્મણ જે ઘરમાં મોજ કરે , તેને ભટ્ટ કહેવાય.
*વ્યાસ* કરે ગ્રંથોમાં વાસ , ને લખાણ કરે ખાસ,
અજ્ઞાની ને જ્ઞાન દે છે, ધરતી પર કહેવાય વ્યાસ .
*ઠાકર* કરે રાજ બધે , ને જુઓ એમનો ઠાઠ,
દૂધ માં સાકર જેમ ભળી જાય, એમ ભળે એ ઠાકર કહેવાય.
વેદ પઢી આનંદ કરે, ને દિનદયાળ થાય,
દિન દુઃખિયા નો તો બેલી થાય ,એને ખરો *દવે* કહેવાય
ગોળ વિના મોળો કંસાર, ગોર વિના સૂનો સંસાર ,
કાર્ય માં ઔદિચ્ય આવે મોંર એને કહેવાય છે *ગોર*
*રાવલ* રચના એવી કરે, જે સૌનું પાલન થાય,
જે ગાંડા બાવળ દૂર કરે ,એ રાવલ કહેવાય.
બેસી ઓટલે કરે વાતો છાની ,પીવડાવે એ ચા ને પાણી
લાવે ખાનગી વાતો તાણી,કહેવાય એ ગામ ના *જાની*..
પાવન કરે *પંડ્યા*, ને સૌનું ઘડતર થાય,
જીવે બનીને પંડિત , ત્યારે પંડ્યા કહેવાય.
*ત્રિવેદી* ત્રણ વેદ કરે, ને તે તરતાં થાય,
સમજે હ્દયની વેદના , તે ત્રિવેદી કહેવાય.
*જોષી* કુંડળી ઠીક કરે, ને જે જ્યોતિષ થાય,
ગ્રહ પીડા દૂર કરે,તે સાચ્ચો જોષી કહેવાય.
*આચાર્ય* આચરણ કરે વિચાર કરે તેવો આભાસ થાય,
જે થોડામાં ઘણું કરે,તે આચાર્ય કહેવાય.
*ઉપાધ્યાયજી* અધ્યયન કરે, ને તે શિક્ષિત થાય,
જીવે નિખાલસ જીંદગી,તે ઉપાધ્યાય કહેવાય.
માન વધારી *મહેતા* રોજ કરે મોજ,
તોલે ના કોઈ તેના થાય,
શાંત સુશીલ સ્વભાવ હોય,જાણે એ મહેતા કહેવાય,
*શુકલ* ના ઘર હંમેશા ખુલ્લા, એ તો "શુક્લ તીર્થ "કહેવાય,..
ચા પાણી ને નાસ્તો, જમ્યા વિના કોઈ ના જાય,
😁 *શુક્લ* ના હૃદયે હસી બોલી , આપે આવકાર મીઠો ઝાંપો ખોલી. એ જ *શુક્લ* ની ઓળખ કહેવાય. 👍🏼
🖋️📚. હસમુખ દવે
( આશા છે આ ઉપર ની કવિતા તમને સારી લાગી હશે. તમામ બ્રાહ્મણ મિત્રો ને મોકલો.)