મળ્યો આજે એક પ્રેમપત્ર તારો વર્ષો પુરાણો,
ભરેલ હતો જેમાં તારી લાગણીનો અદ્ભુત ખજાનો.....
વાંચ્યો આજે મેં પણ ફરી એક વાર તારો પ્રેમપત્ર,
લખેલું હતું જેમાં આપણી બધી મૂલાકાતની વાત...
ખોલ્યો આજે મેં પણ મારા દિલનો બંધ દરવાજો,
રાખ્યા હતા જેમાં તારા બધાં પ્રેમપત્રોનો નજારો.....
રડ્યો આજ મેં પણ તારો પ્રેમપત્ર વાંચતા વાંચતા,
ભ્રમ કે હકીકત હતો તારો પ્રેમ એની વ્યર્થ ચિંતામાં...
લખ્યો આજે મેં પણ એક પ્રેમપત્ર તારા ઈન્તજારમા,
ભીંજાય ગયો હતો આ પ્રેમપત્ર તારી વ્હાલભરી યાદમાં...
રાખ્યો એક વિશ્વાસ તારા પર જવાબ મળશે એની આશમાં,
લખાય ગયો એક પ્રેમપત્ર આજ તારા જૂના સરનામા પર....
-Bhargav Jagad