માડી ઓ મારી મીઠી માડી
હવે તો બસ બધું ભૂલીને, સુઈ જવું છે મને તારે ખોળે, મારી મીઠી માડી
આં બેકદર દુનિયામાં હારીને, થાકીને, થઈ ગઈ છું હું તો સાવ ગાંડી.
આં દુનિયા છે નિર્દયી, તારો ખોળો હૂંફાળો અને સુંવાળો; સુઈ જવા દે હવે મને માડી
ભૂલી જવી છે એ રાત ભયાનક અને બિહામણી, કાળી
ભૂલી જવું છે દુઃખ બધું, ભૂલી જવા છે ઝખ્મો બધા, જે આપે છે, પીડા ભારી
તું, બસ તું અને તું જ, હવે કરી શકશે દૂર, આં અસહય પીડા મારી
Armin Dutia Motashaw