તું ખુદને યાદ કરાવે છે રોજ સવારે.
આવું તને સારું ફાવે છે રોજ સવારે.
ઊભયની યાદ બિંબ પ્રતિબિંબ સમી,
તું સ્તુતિ મને ગવડાવે છે રોજ સવારે.
હું તો રહું વિચારતો દુઃખો છે કેટકેટલાં,
એમાંય તું સુખ બતાવે છે રોજ સવારે.
માનું છું હરિવર તુંય મને યાદ કરતો હશે,
તેથી જ ગાત્રો પુલકાવે છે રોજ સવારે.
વસમો વિયોગ વહાલમજી વેઠવાનોને,
કોઈનાં નેત્રોને ઊભરાવે છે રોજ સવારે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.