સમયને બદલતા વાર નથી લાગતી.અચાનક જ બદલાઈ જાય છે બધું જ! જે ના વિચાયુઁ હોય એ અચાનક જ થઈ જાય છે.મહિનાઓ પછી જે માણસોને મળીયે તે કંઈક જૂદા જ લાગતા હોય છે.આંખે ચશ્મા પહેરલ જુવાન ઉંમર થતા આંખે મોતીયાના ચશ્મા પહેરવા લાગે છે.હમેશા ગાડીઓમા ફરતા માણસો પૈસાની તંગીના કારણે રોડ પર પણ ચાલી નથી શકતા.દારૂની રેલમછેમમાં રમતા માણસો સમય જતા જાતે પાણી પણ નથી પી શકતા.સમય સમયનું કામ કરે છે.સમય ના તમારા માટે થંભવાનો છે ના મારા માટે!
આપણે પણ સમય સાથે કેટલા બધા બદલાઈ જઈએ છીએ.કોઈ વખત દંભી તો કોઈ વખત બલિદાનની બની જઈએ છીએ.આપણને જ ખબર નથી પડતી કે આપણે આટલા બધા બદલાઈ જઈએ છીએ.બદલાવ સારો પણ શું આપણે બદલાવ ચાહીયે છીએ???
આપણે હમેશાથી આવા જ છીએ.આપણે કદી પણ સારો કે ખરાબ બદલાવ આપણા જીવનમા ઈરછાતા જ નથી.જેમ જે ચાલે છે તેને ચાલવા દો.કદી પણ આપણે જીવનમા એડવેનચરને સથાન આપતા નથી.હા ના આપવાના સમયે જરૂર આપણે આપણી લાઈફને એડવેનચર આપીયે છીએ.
જો કોલેજમાંથી બિલ ગેસ્ટને કાઢી મુકવામા ના આવ્યા હોત તો આજે એ આટલા મોટા ધનવાન બનત.જો સટીવ જોબસને પોતાની એપલ કંપનીમાથી કાઢી મુકવામા ના આવ્યા હોત તે પાછળથી આટલા મોટા માણસ ના બનત.એટલે સમય સમયનુ કામ કરે છે. સમય કોઈના બાપના કહેવાથીયે ઊભો નથી રહેવાનો એ તો અવિરતપણે પોતાની ગતીશીલતા ચાલુ જ રાખવાનો છે.
આપણે પણ સમયની સાથે બદલાઈને ચાલવાનું છે.હમેશાં એકધારી ગતીશીલતા ચલાવી રાખવાની છે.
જ્યારે સમય તમારા અનુકૂળ હશે ત્યારે તમારી સફળતા પાકકી છે.સફળ થવા પણ સમય સાથે ચાલવુ પડે છે.અને સમય સાથે ચાલતા પડી જાવ તો ચિંતા નહિ કરવાની બે પગે ઊભા થઈ ફરી સમયની સાથે ચાલતા થઈ જવાનું.સમયની સાથે ચાલતા-ચાલતા એકદિવસ તો જરૂર સફળતા મળશે.સમયને પણ તમારી થોડી ચિંતા હોય છે.એટલે જીવનમા અને જીવનથી બહુ ડરવાનુ નહિ.
જ્યાં સુધી તમે જીવનથી અને સમયથી ડરતા રહેશો ત્યાં સુધી તમે કદી પણ જીવનમાં આગળ નહિ આવી શકો.જીવનએ માટીમાં પડેલા નાંના નાના શંખો જેવુ છે.જ્યારે નથી મળતુ ત્યાં સુધી નથી મળતુ પણ જ્યારે મળી જાય છે ત્યારે આનંદનો પાર નથી રહેતો.હમેશાથી આપણુ જીવન આપણને સરપાઈઝ પર સરપાઈઝ આપતું રહયું છે પણ આપણે કદી તેને ઉત્સાહ થી જોયુ જ નથી.
જીવનને જિંદગીને એક પકારના ઉત્સાહ થી જોવામાં આવે તો આપણા બધા દુખ દૂર થઈ જાય.
ઘણીવાર જિંદગી આપણી પરીક્ષા પણ લેતી હોય છે.આપણે દુખને ભોગવવામા અને નાસવામા કેટલા પાવરધા છીએ તે જિંદગી જોતી હોય છે.તમારા અનોખા જીવનમા હરહમેંશ સુખ તો નથી જ આવવાનું.લીલા ઘાસમાંથી સુકુ ઘાસ તો થવાનું જ છે એકદિવસ.આપણે પણ મરીશું જ એકદિવસ.તો શું કરવા જિંદગીને તડપી તડપીને જીવવાની ટેવ પાડવી જોઈએ.પૈસા જશે તો બીજા નવા આવશે પણ માણસ આવશે શું????
હમેશા દિલને ગમે એમ દિલથી જીવનને જીવવું જોઈએ.એક જીવન મળ્યું છે યારો તેને દિલથી જીવી જાણો.
આ દુનિયા રંગીન છે,પણ સાલી એટલી જ કુત્તી ચીજ પણ છે.જે આ દુનિયાને પાર પાડી ગયાં તે પાડી ગયા નહિ તો દુનિયા ગળે એવો ટુંપો આપે છે કે પૂછો ના વાત.જેમ બરફના ગોળામાં અલગ અલગ રંગ નાખવામાં આવે છે તેમ આપણી જિંદગીમાં પણ અલગ અલગ રંગ નંખાય છે.એ અલગ અલગ રંગો એટલે આપણી જિંદગીમાં રહેલા સુખ,દુ:ખ,નિરાશા,ગુસ્સો,અકળામણ,વગેરે. આપણી જિંદગી આવા અલગ અલગ રંગોથી સરભર બની જાય છે.કોઈકના જિંદગીમાં સુખ હોય તો કોઈના જિંદગીમાં દુ:ખ....તો જીંદગી ને એન્જોય કરો.....