આપણે હાલ પૃથ્વી ઉપર સુરક્ષિત રહી શકીએ છીએ તેના માટે આપણી ગેલેક્સીની મધ્યમાં રહેલ સુપર મેસિવ બ્લેક(Saggitarius A* or Sar A*)જવાબદાર છે! વેલ, બ્લેક હોલ્સને આપણે બ્રહ્માંડમાં રહેલ રાક્ષસ પણ કહી શકીએ! આ બ્લેક હોલ્સ વિશાળકાય તારાઓને પોતાનામાં સમાવી લે છે પરંતુ બ્લેક હોલના આ જ ગુણધર્મએ જ પૃથ્વી અને આપણને સુરક્ષિત રાખ્યા છે!
શરૂઆતમાં આ સુપર મેસિવ બ્લેક હોલ ખૂબ જ એક્ટિવ હતું! આ બ્લેક હોલ ધ્વારા અગણિત તારાઓને પોતાનામાં સમાવી લેવામાં આવ્યા હતા! એવા અગણિત તારાઓ હતાં જે આપણાં સૂર્યથી અબજો વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા હતાં! એ સમય એવો હતો કે સૂર્ય અસ્તિત્વમાં પણ નહોતો આવ્યો અને આ તારાઓ તેઓના અંતિમ સમયમાં હતાં પરંતુ આવા તારાઓને પણ આપણી ગેલેક્સીની મધ્યમાં રહેલ સુપર મેસિવ બ્લેક હોલ ધણું એક્ટિવ હોવાને કારણે આ બ્લેક હોલની ગ્રેવિટિ સતત પોતાની તરફ ખેંચી રહી હતી!
હવે વિચારો કે સૂર્યની આસપાસ આવા તારાઓ જે પોતાના અંતિમ સમયમાં હતાં તે સૂર્યની નજીક આવેલાં હોય અને ગમેતે સમયે સુપરનોવામાં પરિણમે તો તેમાંથી નીકળતી ઊર્જા સૂર્યને ઘણું નુકસાન પહોંચાડી શકે અને પૃથ્વીનું તો કોઈ અસ્તિત્વ જ ન હોત! આ સુપર મેસિવ બ્લેક હોલને કારણે આવા અગણિત તારાઓનો અંત આવ્યો હતો! શરૂઆતના સમયમાં આપણી ગેલેક્સીમાં જેટલા તારા હતાં તેમાંથી અગણિત તારાઓનો આ સુપર મેસિવ બ્લેક હોલ ધ્વારા અંત આવ્યો હતો! પરંતુ હાલ આ બ્લેક ઘણું ઓછુ એક્ટિવ છે!
-નીલકંઠ