આ અમારા પગો પણ ભુલ્યા છે,
કે રસ્તાઓ બધા પણ લુલા છે.
યાદ ના આવતા યાદ આવે....
એ બધા પ્રેમના પણ ગુના છે.
બસ વધારી બધી વાત ના કર...
આ બહાના તમારા જુઠા છે.
ના દવાની મને કોઈ આશા...
લે દુઆના પટારા જડયા છે.
ઘા કરીને અમે ચાલ ફેકી...
હા અમે તો ખુનો પણ કર્યા છે.
હાથમાં હાથ હોતો તમારો,
પ્રેમના જો દિવાના પુરા છે.