'તુ મોડો પડયો'
સાથ વિતાવ્યું બાળપણ.
દિવસો કપાતા ગયા,
ને સ્વાર્થ અને લાલચ જાગ્યા.
સંબંધો પણ કપાઈ ગયા,
ને આભાસી દુનિયામાં જીવવા લાગ્યા.
શરૂઆતમાં આવી બહુ મજા,
ઢળતા સમયે આપી સજા.
જીવન બન્યું એકલવાયું,
થયો પોતાની ભૂલનો અહેસાસ.
અહંકારે સંબંધ તોડ્યા,
ગયો હું એને જોડવા.
ખબર પડી, નથી રહ્યો એ દુનિયામાં આજ.
વહાવ્યો મે આંસુનો દરિયો,
સમય હસ્યો અને બોલ્યો:
ભાઈ, તું મોડો પડ્યો.
✍️ વિનિત એ. રાજા