Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વડ ગયો વાણી તણો, સમર્થ કલમ નો સ્વાદ,
રત્ન ગયો ચારણ ઋષિ, પદ્મ શ્રી કવિવર દાદ.

પ્રથમ પુણ્યતિથિ એ મહાન વિભૂતિ ને વંદન...

(દાદુદાન પ્રતાપદાન ગઢવી)

પદ્મશ્રી સાહિત્ય જગતના અડાભીડ કવિની વિદાયથી સાહિત્ય જગતને ના પુરી શકાય તેવી ખોટ. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.

કલમ તણો કારીગર હવે સાભડે નહીં સાદ
મિઠો મેલી મનખો આજ દુર હાલ્યો દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

જૂનાગઢના બિલનાથ મંદિર પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા 81 વર્ષની ઉંમરના દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદ તરીકે પ્રખ્યાત હતા.કવિ દાદએ 14-15 વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું.

કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત 'કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…' અને ફિલ્મ શેઠ શગાળશાનું 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે.

પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું
"કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું" પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે,

પશ્ચિમ બંગાળને લઈને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે કવિશ્રી દાદે "બંગાળ બાવની" નામના પુસ્તકમાં 52 રચનાઓ લખી હતી.

કવિ દાદને પદ્મશ્રી "મેઘાણી સાહિત્ય એવોર્ડ",
"કવિ દુલા કાગ એવોર્ડ",
"હેમુ ગઢવી એવોર્ડ"
વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થીએ કવિ દાદ ઉપર ડૉક્ટરેટ પણ કર્યું છે.

દાદુદાન પ્રતાપદાન ગઢવી : મહાન વિભૂતિ વિષે વધુ...

તેમનો જન્મ ૧૯૪૦માં ઇશ્વરીયા (ગીર) ખાતે થયો હતો.
તેમના પિતાનું નામ પ્રતાપદાન ગઢવી હતું જેઓ જુનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર હતા.
તેમની માતાનું નામ કરણીબા ગઢવી હતું.

કવિ દાદે માત્ર ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.
તેઓ જુનાગઢમાં રહેતા હતા.

તેમણે ૧૫ ગુજરાતી ચલચિત્રો માટે ગીતો લખ્યા હતા. તેમનુ સંપૂર્ણ સર્જન ટેરવા (૨૦૧૫) અને લચ્છનાયણ (૨૦૧૫) માં એકત્રિત કરવામાં આવ્યું છે. તેમની અન્ય કૃતિઓ ટેરવા (ચાર ભાગો),
ચિત્તહરણનું ગીત,
શ્રી કૃષ્ણ છંદાવલી અને રામનામ બારાક્ષરી છે.
તેમના ખુબ જ લોકપ્રિય ગીતોમાં....

"કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો",
"કૈલાસ કે નિવાસી નમુ બારબાર હું",
"ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું" અને
"નદી રુપાળી નખરાળી" છે.

તેમનું પુસ્તક બંગ બાવની કેન્દ્ર સરકારે પ્રકાશિત કર્યું હતું,
જે તેમણે ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન લખ્યું હતું.

તેમણે પુસ્તકના વેચાણમાંથી થયેલો બધો નફો બાંગ્લાદેશ શરણાર્થીઓની રાહત માટે આપી દીધો હતો.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કવિ દાદની કવિતા કાળજા કેરો કટકો મારો થી પ્રભાવિત થઇને

"કુંવરબાઈનું મામેરૂં યોજના"
(ગુજરાત રાજ્યમાં કન્યાના માતા-પિતાને મદદ કરવા માટેની સરકારી યોજના) ની શરૂઆત કરી હતી.

૧૯૭૭ની કટોકટી દરમિયાન તેમણે એક કવિતા લખી હતી,

"બાપુ ગાંધી તમારે બારણે બેઠો,
આટલું આજ તું બતાવ,
આ દેશમાં કે દી હવે રામ રાજ આવે,
દાદ કે આઝાદી ફરે ઉઘાડી,
અને શર્મે મુખડા છુપાવે,
ઝાઝા ધણીની ધણિયારીને
પ્રભુ તું લુગડા પેરાવે."

આ કવિતા પર કટોકટીના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર તેમજ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર મળ્યો હતો. સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન માટે ૨૦૨૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.

૨૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ કવિ દાદબાપુ એ આપણી સૌ વચ્ચેથી વિદાય લીધી હતી.

દાદ કહે આ જગતમાં
સંતોષી એક ઝાડ,
એક મુળીયે પાણી પાવ,
ત્યાં રાજી સઘળી ડાળ.

બજારું જે નર બન્યા એની
બજારે જ કિંમત હોય,
હાથી વેચાય હાટડે, પણ
સાવજ ન વેચાતો હોય.

ઝાઝા કૂણા માણસે શુરો
ન એક જીતાય,
કબૂતર હોલાથી કદી,
બાજ ન રોકી શકાય.

પંખીડાનેય પ્રેમથી,
પેટ પુરતો જ વહેવાર,
ભરે ન જાજો ભાર,
દાણા કોઠીએ દાદભા.

જટાળો સાવજ જમે,
આઠ દિએ એકવાર,
દિનમાં દસવાર તમે
દાબડ્યા ભોજન દાદભા.

વધેલું વેરી દેય,
સંઘરે નહી તલભાર,
અમીના લ્યે ઓડકાર,
ડાઢાળો સાવજ દાદભા.

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111802134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now