ગુજરાતી રસધારા (પદ્ય)ગૃપમાં
મારી રચનાને દ્વિતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયિકા પીપલીયા જીવતી (શ્રી) બહેનનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર 🙏
શબ્દ - "એષણા"
શિર્ષક - "મધ્યમવર્ગની વેદના"
બંધારણ - અછાંદસ
આજકાલ મધ્યમવર્ગની વેદના, કોણ જાણે?
એક સાંધે ત્યાં તેર તૂટે જેમના, કોણ જાણે?
આવક છે આઠ આના ને ખર્ચ કરાવે રૂપિયો,
સરકાર પણ બેઠી કપડાં ઉતેડવા, કોણ જાણે?
અમીર થયા અમીર, ગરીબ થયા વધુ ગરીબ,
મધ્યમવર્ગ ફસાયો વચ્ચે એમના, કોણ જાણે?
મોંઘવારીની ચક્કીમાં પિસાતા ગયા છે એતો,
છેડા ચાદરના ભેગા કરવા કેમના, કોણ જાણે?
જીવાદોરી સમાન છે મધ્યમવર્ગ સમગ્ર દેશનો,
છતાંય કેમ થતી રહી અવહેલના, કોણ જાણે?
વધે બે પૈસા એમના પણ ખિસ્સામાં "વ્યોમ"
પૂરી થાય ક્યારે એમની એષણા, કોણ જાણે?
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)