પ્રભુ એટલું માગુ......🤲🤲🙏🙏👇👇👇
તું આપે તેટલાથી મુજ હૈયું ધરાય પ્રભુ એટલું માગુ,
ઘર મારું ખુશીઓથી ઉભરાય પ્રભુ એટલું માગુ.
નથી જોઈતું મહેનત વગરનું એની જરુર પણ નથી,
ગરીબને ખવડાવી મન મારું ભરાય પ્રભુ એટલું માગુ.
શબ્દો ઔષધ છે શબ્દો કાતીલ ઝેર કરતાય વધારે,
મુજ જીભથી કટુ વેણ ન ઉચ્ચારાય પ્રભુ એટલું માગુ.
નથી જોઈતું મારે સો વરસનુ આયુષ્ય તું મને આપે
જીવું થોડું પણ મોજથી જીવાય પ્રભુ એટલું માગુ.
માસ્તર છું છેક મા ના સ્તરે જઈ ભણાવુ ભૂલકાઓને,
કદી મુજથી ઉચ્ચ-નીચ ન અનુભવાય પ્રભુ એટલું માગુ.
-"મોજીલો" માસ્તર......