Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયા ના છેવાડે આવેલા એન્ટાર્કર્ટિકા ખાતેની પોસ્ટઓફિસ માં વેકન્સી પડેલી છે ને એમાં ખાસ વાત એ છે કે અહીં કામ કરનાર વ્યક્તિ એ પેંગ્વિનની ગણતરી પણ કરવાની રહેશે,.. એક સમાચાર

વાંચી આપણા ગુજરાતી ગોટ્યા એ રસ બતાવ્યો:
હું આવવા તૈયાર છું પણ મારે અમુક કવેરી છે તો એ જરા મને સોલ્વ કરી આપશો?

1. તમારે ત્યાં ટપાલો પર સિક્કા મારવા માટે નાના દંડા જેવું હોય કે અલગ પ્રકાર નું હોય? અને સ્ટેમ્પ પેડ પણ નાનું હોય કે નાના થાંભલા જેવું હોય?...

2. તમારે ત્યાં ખમણ, ઢોકળા, પાત્રા, ભૂંગળા બટાકા એવું બધું મળે?...

3. તમારે ત્યાં ખારીસીંગ, ભૂસુ એવું બધું મળશે? અને એન્ટાર્કર્ટિકા એટલે બધે જ બરફ હોય તો એ બરફ ગ્લાસ માં નખાય એવો હોય? એટલા માટે કે અમે અહી ગુજરાત માં આવું બધું લઈને બેસીએ છીએ, ...

4. પેંગ્વિન ની ગણતરી અમે ગુજરાતી માં કરીએ તો ચાલે? કારણ મને ઈંગ્લીશ માં વાંધા છે ,ખાલી એક જ જગ્યા એ અમને ' ઈંગ્લીશ' જોઇએ ...

5. પેંગ્વિન ની ખાલી ગણતરી જ કરવાની ને? એનું બીજું કંઇ કામ નથી કરવાનું ને? આઈ મીન કે તમે સમજી ગયા હશો ...

6. ટપાલ કે મનીઓર્ડર આવે ત્યારે ડિલિવરી કેવી રીતે કરવાની , સાયકલ હશે કે પેલી ચાર પાંચ ડોગ વાળી ગાડી આપશો?...

7. પાસપોર્ટ નું કામ આવે ખરું?...

8. નાની બચત આઈ મીન કિસાન વિકાસ પત્ર, ગોલ્ડ બોન્ડ એવા બધા કામ આવે?...

હજુ સુધી એન્ટાર્કર્ટિકા થી જવાબ નથી આવ્યો, આપણે રાહ જોઈએ, પણ આપણે ઇચ્છીએ છીએ કે આપણો ગોટયો અહીંથી જવો ના જોઇએ, તમે શું ઇચ્છો છો?!!!
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111800001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now