એક મારા જીવનનો યાદગાર પ્રસંગ..
"મારા ગામનો મુસ્લિમ મિત્ર મારી સાથે ગામની શાળામાં ભણતાં ભણતાં છેક 12 ધોરણ સુધી તાલુકાની એક હાઈસ્કૂલમાં સાથે ભણ્યા.તેના એક જવાબી પોસ્ટકાર્ડ થી મને B.Ed.માં અમદાવાદની એક જાણીતી કૉલેજમાં એડમિશન મળી ગયું.
"આજે પણ તે કોલેજના પ્રિન્સિપાલનો હસ્તલિખિત જવાબી પોસ્ટકાર્ડ મારી પાસે છે"
તેવી રીતે સૂરત 16 વરસ નોકરી કરી મહેસાણા જિલ્લામાં પરસ્પર બદલીમાં તે ભાઈએ ફરી મહેનત કરી હું જિલ્લા મિચ્યુલ ટ્રાન્સફર કરી મહેસાણા જિલ્લામાં આવ્યો. આજે પણ એ મુસ્લિમ ભાઈને ખૂબ યાદ કરું છું.કેમકે તેણે મને જે મદદ કરી છે,તે મુસ્લિમ કે હિંદુ તરીકે નહીં:માનવતા,મિત્રતાની ભાવના દિલમાં રાખીને કરી છે."
- વાત્ત્સલ્ય