અહીં એક સાંધતા તેર તૂટ્યા છે,
ઉગતા સૂરજે સપના લૂંટયા છે.
અનુભવ છે પુરા મારા જીવનનો,
તકલીફોમાં સાથ તેના છૂટ્યા છે.
નાવ હું ડુબાડી દેત હું મઝધારે,
પાણી જતું રહ્યું કિનારા તૂટ્યા છે.
બહારની રાહમાં ખર્ચ થયું જીવન,
એ આવીને મારા શ્વાસ ખૂટયા છે.
આપે પૂછ્યું કે અનુભવ તૂટવાનો,
હરેક ક્ષણે મનોજના ભાગ્ય ફૂટ્યા છે.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas