ગુલામ દેશ ને આઝાદ કરીને શું?થયું,
ગુલામ હતાં તો સવાયા હતાં,
આઝાદી પછી નમાલા બનાવી ને શું?થયું,
પરિવાર વાદ માં દેશ ચલાવીને શું?થયું,
રોટી કપડા મકાનની આડ માં"ગરીબો"ને નાબુદ કરી ને શું?થયું,
કરોડપતિ ને અબજોપતિ બનાવીને શું?થયું,
કર્મયોગી ને અમલદારો બનાવીને શું?થયું,
સેવા સદન ને"મેવા"સદન બનાવીને શું?થયું,
શાળા અને શિક્ષણ ને"ભારદાર"કરી ને શું?થયું,
સરસ્વતી ના ઉપાસક પાસે વસ્તી(મુર્દા)ગણાવીને શું થયું,
શિક્ષક ને પાયમાલ કરી ને શું?થયું,
જુની પેન્શન યોજના ને નાબુદ કરીને શું?થયું,
અભણ ને ધારાસભ્ય સાસંદ બનાવી ને શું?થયું,
ખોટા કાગળ ખોટી યોજનાના અમલીકરણ થી શું?થયું,
લોકશાહી ને ખુદશાહી બનાવીને શું?થયું,
આઝાદ ભારત ને"સ્વયમભુ"પશ્ચિમી રંગ આપી ને શું?થયું,
ગુલામ દેશ ને આઝાદ કરીને શું?થયું,
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ