મારો શ્વાસ તું છે, મારો વિશ્વાસ પણ તું છે એટલે કહું કે તું છે તો હું છું,
મારી આદત તું છે, મારી તાકાત પણ તું છે એટલે કહું કે તું છે તો હું છું....!
તારા વિના અધૂરો છું હું, તારા વગર કશું લખી શકાતું નથી મારાથી,
મારા શબ્દ તું છે, મારી કવિતા પણ તું છે એટલે કહું કે તું છે તો હું છું....!
તારા વિનાના જીવનની કલ્પનાથી મન ગભરાઈ જાય છે મારું,
મારો વિચાર તું છે, મારો આધાર પણ તું છે એટલે કહું કે તું છે તો હું છું....!
તારા અવાજ સાંભળતાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે મારું,
મારી ભાષા તું છે, મારી વાણી પણ તું છે એટલે કહું કે તું છે તો હું છું....!
તારી યાદ મને નહીં આવી હોય એવું અત્યાર સુધી થયું નથી,
મારી યાદમાં તું છે, મારી ફરિયાદમાં પણ તું છે એટલે કહું કે તું છે તો હું છું.....!
તારા સાથ વિના મારું જીવનનું મૂલ્ય શૂન્ય બરાબર હોય છે,
મારા દિલમાં તું છે, મારા દિમાગમાં પણ તું છે એટલે કહું કે તું છે તો હું છું.....!
-Bhargav Jagad