હું અને મારા અહેસાસ
ભરબજારે લુંટ આ રોકાય તો સારું હવે,
ને ગરીબોની દશા સમજાય તો સારું હવે.
જ્યાં યુધ્ધના વાગે ભણકારા દિવસ ને
રાતે પણ ,
શાંતિનું વાતાવરણ ત્યાં થાય તો સારું હવે.
જેમ સોની પારખે સોનાને તેવી રીતે જો,
આખેઆખો માનવી પરખાય તો સારું હવે,
સખી
દર્શિતા બાબુભાઇ શાહ