Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તો દરરોજ એના મેસેજનો રાત દિવસ ઈંતજાર કરતો હતો,
ઈંતજાર કરતા-કરતા મારા જીવનનો એક દિવસ ટુંકો થઈ ગયો....

હું તો ઘણા સમયથી એના કોલની આતુરતા થી રાહ જોતો હતો,
રાહ જોતાં જોતાં મારા પરિવાર પ્રત્યેની જવાબદારી ભૂલી ગયો....

હું તો હંમેશાં એના આવવાની આશમાં દરવાજે જોયા કરતો હતો,
દરવાજે જોયા કરતાં કરતાં મારા જીવનનો એક દિવસ ઓછો થઈ ગયો....

જીવનનો એક દિવસ એવો પણ આવશે જયારે એને મારી યાદ આવશે,
આખી રાત એની સાથે વિતાવેલા ક્ષણોને યાદ કરતાં સમય વેડફાઈ ગયો...

એને કંઈ ફરક નહીં પડ્યો એ તો એના જીવનમાં આગળ વધી ગઈ,
એના વગર જ એની યાદમાં જિંદગી જીવતો થઈ ગઈ ગયો...

જીવનમાં એક દિવસ આવો પણ જોવા મળશે એવું વિચાર્યું ન હતું,
ક્યારે આ જીવનનો અંતિમ દિવસ આવશે એમ હું ગણતો થઈ ગયો....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111795634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now