ના લખીશ હું શબ્દોને તો, કલમ ગુનેગાર થઈ જશે,
આ પુસ્તકના પૃષ્ઠ પર શબ્દસંવાદ અધૂરો રહી જશે!
દાસ્તાન ફકરામાં લખી છળવું કેમ આ હૃદયને હવે?
નકામી કાગળ અને કલમ વચ્ચે અબોલ બબાલ થઈ જશે!
અતૂટ લાગણીના બંધને બંધાયા લાગણીથી અમે,
મનના છળકપટને જાણી જઈશું તો, દખો થઈ જશે..
ચાહત મૌન બને, તો અબોધ મનોવ્યથા ડંખે ઘણી,
અંતર દર્પણમાં સ્પર્શી જઈ કરમની કઠિનાઈમાં ભળી જશે!
જિંદગીની જેમ વાર્તાનો વળાંક પણ બદલાય જાય કેવો?
આ મૌન પ્રેમના ઝખ્મોને શું પછી હૂંફનો મલમ મળી જશે?
દર્શના રાધે રાધે