હશે બધાં ચા ના દિવાના પણ હું તો છું ફક્ત કોફીનો દિવાનો,
હશે કોઈક માટે પ્રથમ પ્રેમ ચા પણ મારા માટે પ્રથમ પ્રેમ કોફી....
હશે બધાંને ચા સાથે મિત્રતા પણ હું તો કોફીના પ્રેમમાં પાગલ..
કોઈને એટલી ચા ની આદત નહીં હશે એટલી મને છે કોફીની આદત..
થતી હશે બધાને ચા થી દિવસની શરૂઆત,
મારી તો કોફીથી થાય છે દિવસની શરૂઆત.
ચા સંવાદ છે બધાં માટે તો કોફી છે મારે માટે મનગમતી વાત,
ચા આશ છે ચાહક માટે તો કોફી છે તો મારી અધૂરી પ્યાસ....
ખાવાનું નહીં મળે ચાલે આખો દિવસ પણ કોફી વગર મને નહીં ચાલે,
રાત હોય કે દિવસ મને બધાં સમયે મને તો કોફી જુવે..
કોફી છે મારો અનોખો પ્રેમ એના વગર જીવન અધુરું લાગે,
હું , પ્રિય કોફી ને મારી કવિતા વગર મને બધુંજ અધુરું લાગે...
-Bhargav Jagad