Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતની ભૂમિ પર કેટલાંય શહીદો થઈ ગયા, જેમાંના ઘણાં ઓછાં જાણીતાં છે, પરંતુ દેશ, રાજ્ય કે એમની જ્ઞાતિનાં ઉત્થાન માટે એમનો ફાળો અમૂલ્ય ગણાય છે. આવા જ એક વીર હતા - વીર નારાયણ સિંહ.

તેમના જન્મદિન વિશેની કોઈ ચોક્ક્સ માહિતી મળી નથી. તેમનો જન્મ ઈ. સ. 1795માં થયો હતો.

તેમને "પહેલા છત્તીસગઢી સ્વાતંત્ર્ય સેનાની" તરીકે પણ ઓળખવામાં આવે છે અને માનવામાં આવે છે. તેમના પૂર્વજ ગોંડ આદિવાસી જૂથમાંથી હતા અને સારનગઢમાં રહેતા હતા. પાછળથી તેઓએ ગોંડ જનજાતિમાંથી તેમનું જોડાણ બદલ્યું અને રાયપુર જિલ્લાના સોનાખાનમાં રહેવા ગયા. તેમના પરદાદા સોનાખાનના દીવાન હતા અને પાંત્રીસ વર્ષની ઉંમરે તેમણે તેમના પિતા રામ રાય પાસેથી જમીન માલિકીના અધિકારો લીધા હતા. તે પંત્રીસ વર્ષના હતા જ્યારે તે સોનાખાનનાં જમીનદાર બન્યા, જે આ પ્રદેશમાં સૌથી યુવા જમીનદાર હતા..

અંગ્રેજોએ ઈ. સ.1856માં એક વેપારીના અનાજના જથ્થાને લુંટવા અને તીવ્ર દુષ્કાળના વર્ષમાં ગરીબોમાં વહેંચવા બદલ તેમની ધરપકડ કરી હતી. ઈ. સ.1857માં રાયપુર ખાતે બ્રિટિશ આર્મીના સૈનિકોની મદદથી વીર નારાયણ સિંહ જેલમાંથી ભાગી ગયા હતા. તે સોનાખાન પહોંચ્યા અને 500 માણસોની ફોજ બનાવી.

કેપ્ટન સ્મિથના નેતૃત્વ હેઠળ, સોનાખાન સેનાને કચડી નાખવા માટે એક શક્તિશાળી બ્રિટિશ સૈન્ય મોકલવામાં આવ્યું હતું. ઈ. સ.1980ના દાયકામાં વીર નારાયણ સિંહની શહાદતનું પુનરુત્થાન થયું હતું અને તેઓ છત્તીસગઢી ગૌરવનું બળવાન પ્રતીક બની ગયા હતા. તેમને 10 ડિસેમ્બર 1857ના રોજ રાયપુરના જયસ્તંભ ચોક ખાતે ફાંસી આપવામાં આવી હતી. સ્વતંત્રતા સંગ્રામમાં તેઓ છત્તીસગઢના પ્રથમ શહીદ બન્યા હતા.

છત્તીસગઢ સરકારે તેમના નામ પરથી ક્રિકેટ સ્ટેડિયમનું નામ શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ રાખ્યું છે.

રાજભવન પાસે શહીદ વીર નારાયણ સિંહ સ્મારક 18 ફેબ્રુઆરી 1984ના રોજ મહામહિમ ગિયાની ઝૈલ સિંહ, તત્કાલિન રાષ્ટ્રપતિ, ભારતીય પ્રજાસત્તાક, દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ચોક શહીદ વીર નારાયણ સિંહ ચોક તરીકે ઓળખાય છે.

તેમના માનમાં ભારતીય ટપાલ વિભાગે ઈ. સ. 1987માં 60પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

સૌજન્ય:- ઈન્ટરનેટ

સ્નેહલ જાની

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111794503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now