"રંગ મહેફિલ"
હોય રંગ મહેફીલ નો,
તો તું હસ્તો ચેહરો બનાવી તો જો.
આશાઓ અને નિરાશાઓ આવશે ઘણી,
તું નિરાશાઓ નું વાદળ વરસાવી તો જો.
પલળી જઈશ તું આશાઓ થી ઘણી,
તું એક વાર તપતા સુરજ સામે સુકાઈ તો જો.
આવશે પાદળિયાવો ઘણા રસ્તાઓ પર સામે,
તું વજીર બની આગળ ચાલી તો જો.
મહેફીલ ખાલી વિચારોથી એમ નહીં સજાવાય,
તું ખુદ રોશની બની એમાં સજી તો જો.
સફળતા જિંદગીની તને ઊંચા પહાડ પર લઈ જશે,
તું"સ્વયમભુ"પહાડ પર ડગ માંડી તો જો.
હોય રંગ મહેફીલ નો,
તો તું હસ્તો ચેહરો બનાવી તો જો..!
-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ