Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને તમારી ધારણાઓ પ્રમાણે ના ધારી લો તમે..
તમારા વિચારોથી વિશિષ્ટ વ્યક્તિત્વ છે મારું.
ધારણાઓ ધારવા ખોટી પુરવાર કરવા માટે પ્રયત્નશીલ બન્યા ન રહો આમ...
હું છું અલગ અલગારી, નિરાળું છે મન મારું
હું શું છું એ જાણવા પ્રયત્ન ન કરો...
પણ હું જે છું તે સહજ છું સરળ છું એમ સમજી શકો તોય ઘણું
તમારી જેવી આલેખવા મને કોશિષ ન કરો
કારણકે તમે શું છો એ હું સારી રીતે જાણું છું... બિંદુ
દેખાડવા અને ચાવવાના આ પ્રથા થી તમે છો એકદમ અનુરૂપ
જ્યારે હું જે છું તે જ વ્યક્ત કરું છું નથી મને કોઈ ખોટો દંભ એવો
માટે મને તમારી ધારણાઓ માં ના ધારી લો તમે...
હું મૌન રહું છું તો મને મૂરખ ના સમજો..
જતું કરવાની ભાવના ઓ રાખું છું..
મને સારા દેખાડવા માટે થઈને તમારા વ્યક્તિત્વને ન છુપાવો
કારણકે હું સારી રીતે જાણું છું તમને
મારા મુખ પર મારી વાહ વાહ અને
મારા પીઠ પાછળ મારી અવગણના થી વાકેફ છું માટે
મને કોઇ જ ફર્ક નથી પડતો કારણકે હું મારામાં જ મશગૂલ છું..
જય દ્વારકાધીશ 🙏🏻
11:07 AM 17/03/22

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111793697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now