*ધીરે ધીરે એવું કંઇક*
*સમજાય છે કે*
*સમય ગુપચુપ*
*ઘણું લૂંટતો જાય છે*
*કરીએ દિલની વાતો*
*એવા સ્વજનો*
*ચુપ થતા જાય છે*
*ગુમ થતા જાય છે*
*શ્વાસથી યે નિકટ*
*જે હતા હાલપયૅંત,*
*આંખથી ધીમે ધીમે*
*ઓઝલ થતા જાય છે*
*ડગ સ્વયંભૂ વળીને*
*જતા જે તરફ*
*હોંશે હોંશે*
*એ ઘરો તૂટતા*
*કે ખૂટતા જાય છે*
*કોણ જાણે કયો*
*શ્રાપ લાગી ગયો*
*લીલાછમ માણસો*
*રણ થતા જાય છે*
*જે ઘરોમાં જઈ*
*સહેજ હળવા થતા,*
*બારણાં એ બધા*
*બંધ થતા દેખાય છે*
*વડીલો કહે છે*
*એ સાવ સાચું છે કે*
*હવે સ્થાન હળવાશના*
*ઓછા થતા જાય છે*