શું નથી...?
--------------
હોળીના ...
આ શુભ પર્વ કાજે...
ઉડાડવા ગુલાલ...
ઈંટો અમે તો ઘસી છે...!
છાંટવા કોઈને રંગ...
ગટરો ઘણી ય પડી છે...!
મળી રેશનની જુવાર...
ધાણી ય અમે તો ફોડી છે...!
નથી શું અમારી પાસ...?
નિત્યની હોળી કરવી
અમે તો છોડી છે...!
... કાલિદાસ વ. પટેલ ( વાગોસણા )