"ઉડે શબ્દ રંગ"
મેં તો ખૂબ સજ્યો શણગાર
જોઉં પીયાજીની વાટ
મારા પંચરંગી શબ્દોમાં
તું કેવો લલચાય!
ધીરે ધીરે આવોને સાજન
તારી જોતી વાટ
હાથમાં લગાવી મહેંદી
તારા નામની લગાવી મહેંદી
સખીઓ પણ કહેતી
મારી મહેંદીનો રંગ લાલ લાલ
આવોને સાજન હોળી આવી રે
રંગોમાં રંગાઈ એ હોળી આવી રે
હું લાવી રંગ ગુલાલ
સાથે ગુબ્બારા પણ સાત
એ સાતેમા રંગ છે ખાસમખાસ
મારા પ્રિયતમ છે ખાસમખાસ
જલ્દી આવોને સાજન
આવ્યો રંગોનો તહેવાર
જલ્દી આવોને સાજન
આવ્યો રંગોનો તહેવાર..
- કૌશિક દવે
#HappyHoli