પર્ણ ઓછાં ને ફૂલ ઝાઝા,
જુઓને આ લચી પડયો કેસૂડો,
આંખોથી જોવાય પણ આંખમાં ન સમાય,
રંગ કાંઈક એવો ભરી જાય કેસૂડો,

રંગ રાતોને મધમાતો,
એના રંગે રંગી જાય આ કેસૂડો,
ડાળીએથી તોડયું એક ફૂલ,
હ્રદયમાં વસી જાય આ કેસૂડો,

-Jay Dave

Gujarati Shayri by Jay Dave : 111792642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now