उत्थानेनामृतं लब्धमुत्थानेनासुरा हताः।
उत्थानेन महेन्द्रेण श्रैष्ठ्यं प्राप्तं दिवीह च॥
(महाभारत शांतिपर्व, ५८-१४)
વિન્યાસ --
उत्थानेन अमृतम् लब्धम्
उत्थानेन असुरा हता:
ભાવાર્થ -- દેવ જેવા દેવોએ પણ પ્રયત્નો કરીને અમૃત પ્રાપ્ત કર્યું હતું અને ખૂબ પ્રયત્નો કરીને અસુરોનો સંહાર કર્યો હતો. દેવરાજ ઈન્દ્રએ પણ પૃથ્વીલોક અને સ્વર્ગલોકમાં શ્રેષ્ઠતા મેળવી હતી.
(આમ, જો દેવોને પણ કશું ય પ્રયત્ન વગર મળતું ન હોય, તો મનુષ્યને તો પ્રયત્ન વિના કાંઇ પણ ક્યાંથી મળે?)
(મહાભારત શાંતિપર્વ, ૫૮-૧૪)
🙏 શુભ શશિદિન! 🙏