Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તેં જ ના વાંચી અલી! મારી ગઝલ,
તું ખરી ચંપાકલી! મારી ગઝલ!

મેં લખી'તી તને સંભળાવવા,
તું કહે, તું ક્યાં ચલી? મારી ગઝલ.

તું ખરી પાકટ ને પાકી નીકળી,
તું હતી કેવી ભલી! મારી ગઝલ!

હું પઢું કે તરત તું દાદ દે,
તું ઘણી ઉતાવલી મારી ગઝલ.

લોક અમથા તને કહેતા નથી
તું જ તું છે ચાંપલી મારી ગઝલ.

લોક જૂઠાઓ તને જૂઠી કહે,
તું જ છે સાચુકલી મારી ગઝલ.

ના મળી તે ના મળી તુગાઅંધઅલી,
હું ફર્યો ગલી ગલી મારી ગઝલ.

આવ,ખાલી આવ ખાલી આવને
છે વિનંતી આટલી મારી ગઝલ.
#વિનોદ_ગાંધી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111791349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now