એ ક્ષણો થોડીક સળવળતી રહી, ક્યાં યાદ છે?
ને ખબર એ ક્યારથી પડતી રહી, ક્યાં યાદ છે?
યાદ છે કે કો'ક મારો હાથ ઝાલી છે ઊભું;
વેદનાઓ ખૂબ ટળવળતી રહી, ક્યાં યાદ છે?
એટલે આભાર માનું છું ભલા અંધારનો;
જિંદગી જાતે જ ઝળહળતી રહી, ક્યાં યાદ છે?
એ મુસીબતનો પરિચય આમ તો નો'તો મને;
એક બે કારણ વિના મળતી રહી, ક્યાં યાદ છે?
રાવ કે ફરિયાદ કોઈ એટલે રહેતી નથી;
જિંદગી એકંદરે ગમતી રહી, ક્યાં છે ખબર?
#ડૉ_મુકેશ_જોષી