એક ભાઈ તેના સાત વર્ષ ના દીકરા ને લઈને મંદિરે ગયા બહાર થી પૂજાનો સમાન સાથે મંદિરમાં પ્રવેશ્યા, પથ્થર ની મૂર્તિ સામે હાથ જોડી ને ઉભા હતા એ દરમ્યાન તેના દીકરાએ દાન પે ટી ના થાળ મા પડેલા દસ રૂપિયા લઈ લીધા, અને એ ભાઈ એ દાન પેટી મા પચ્ચાસ રૂપિયાની નોટ નાખી અને ત્યાં થી ચાલતા થયા, પેલા ભાઈ ને ખબર નહોતી કે તેના દીકરાએ ત્યાં થી દસ રૂપિયા લીધા છે, બીજા દિવસે કેમેરા મા જોઈને મંદિર ના ટ્રસ્ટી એ પેલા થાળ માંથી નાના છોકરા એ દસ રૂપિયા લીધા છે એવુ ધ્યાન મા રાખ્યું અને બે ચાર દિવસ પછી જ્યારે એ પાછા મંદિરે આવે છે ત્યારે ટ્રસ્ટી પેલા ભાઈને જણાવે છે કે તમે જયારે છેલ્લી વાર દર્શન કરવા આવ્યા હતા ત્યારે તમારા દીકરાએ દાન ના થાળ માંથી દસ રૂપિયા લીધેલા, જરા છોકરાનું ધ્યાન રાખજો, ભાઈ કશુંજ બોલ્યા વીના દસ રૂપિયા આપીને નીકળી ગયા અને વિચારવા લાગ્યા કે મે જે પચ્ચાસ રૂપિયા દાન પેટી મા નાખ્યા એ કેમેરા મા ના દેખાયું પણ દસ રૂપિયા લીધા એ ચેક કર્યું, એ જ દિવસ થી એ ભાઈએ વિચારી લીધું કે આજ થી મંદિર પુજા પાઠ બંધ, અને જે રૂપિયા એ પૂજા પાઠ મંદિર ની દાન પેટી મા નાખતા હતા એ જ રૂપિયા એણે ઘેર એક દાન પેટી બનાવી ને એમાં એકઠા કરવાનું ચાલુ કર્યું, હવે એ સાત વર્ષ નો દીકરો. 22 વર્ષ નો થઈ ગયો અને એના લગ્ન નક્કી થાય, એટલે પેલા દીકરા ના બાપ ને થયું લાય ને પેલી પેટી ખોલી ને જોવ તો ખરો કે પંદર વર્ષ મા કેટલા રૂપિયા એકઠા થયા, પંદર વર્ષ પછી એ પેટી માંથી 1,70,000/- જેટલી રકમ નીકળી ત્યારે એમને થયું આટલો બધો રૂપિયો મારા એકલા નો તો આવા તો કરોડો લોકો છે, જે એ મંદિર ની દાન પેટી મા રૂપિયા નાખી રહ્યા છે, આમાં તો બ્રાહ્મણો ને પંડિતો ના દીકરાનો જ ઉદ્ધાર થાય ને, એ જ મોટી ગાડીઓ લઈને ફરે એ ક્યાં ખોટું છે, તો આટલું વાંચી ને પણ સુધરી જાવ, એટલે તમારા પણ રૂપિયા બચે અને દીકરા દીકરીઓ ને સારી રીતે ભણાવી ગણાવી શકો અને પરણાવી પણ શકો. અથવા આજ રકમ થી કોઈ અનાથ.. નિરાધાર.. કે ગરીબ દિકરા.. દિકરી ને ભણાવી શકાય.. તમારા રૂપિયા કોઈ સંસ્થા માં આપવાને બદલે તમે પોતે જ તેનો સદુપયોગ કરો... આજકાલ અવનવા નામો વાળી સંસ્થાઓ નો રાફડો ફાટયો છે.....
અને આજકાલ ફેશન થઈ ગઈ છે..
બીજા નાં પૈસા થી સેવા કરવાની....
પોતાના પૈસા થી પોતે જ સેવા કરો પછી જુઓ સાચી દિશા માં મદદ કરવાનો કેવો સંતોષ મળે છે....
💐મેસેજ સારો લાગ્યો હોય તો તમારા સગાસંબંધી મિત્રો ને ફોરવર્ડ કરવા વિનંતી.
cp