એક સમજવા જેવી વાત જે ખૂબ સરળ છે સમજવી હોય તો !!!!
જ્યારે પક્ષી જીવતું હોય છે ને ત્યારે તે કીડીઓને ખાય છે,
પછી જ્યારે પક્ષી મરી જાય છે,ત્યારે કીડીઓ પક્ષીને ખાય છે!
સમય અને સંજોગો ગમે ત્યારે બદલાઈ શકે છે,જેની આપણને ખબર નથી...
જીવનમાં કોઈને અવગણના કે દુઃખ ન આપો.
કારણકે આજે તમે કદાચ શક્તિશાળી છો... પરંતુ આપણે એ યાદ રાખવું કે સમય આપણા કરતા પણ વધુ બળવાન અને શક્તિશાળી છે!!!
જેમકે એક વૃક્ષમાંથી લાખો માચીસની લાકડીઓ બનાવીએ છીએ...
પરંતુ જ્યારે સમય આવે છે ,ત્યારે એ જ લાખો વૃક્ષોને બાળવા માટે માત્ર એક માચીસની લાકડીની જ જરૂર પડે છે...
જીવન માટેનો પાઠ: સારા બનો , સારું કરો, અને સારું વિચારો તો તમે હંમેશા ખુશ રહેશો..