મારા જીવનની પ્રથમ સ્ત્રી એટલે મારી મા ..
જેમના અસ્તિત્વથી મારું સર્જન થયું છે એ સ્ત્રી એટલે મારી મા ..
જેમના અપાર પ્રેમ થી મારા હૃદય નું સર્જન કરનાર સ્ત્રી એટલે મારી મા..
પોતાનો પ્રેમાળ વાત્સલ્ય ભર્યો હાથ માથા પર ફરતા દુનિયાભરની બધી જ તકલીફો દુર કરનાર સ્ત્રી એટલે મારી માં ..
પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન એટલે મા ..
હંમેશા પાછળ પાછળ પડછાયાની જેમ ફરે અને જીવનના બધા જ તબક્કે સહારો આપતી સ્ત્રી
એટલે મારી મા ..
હાથ પકડીને ચાલતા શીખવાડવાથી લઇ અને દુનિયાદારીનો અરીસો દેખાડનાર સ્ત્રી એટલે મારી મા.
-Chavda Payal