શુભ મહિલા દિવસ🌹
Happy Women's Day 🌹
https://youtu.be/2gsGk0vfbSQ
૮ માર્ચે વિશ્વભરમાં ‘મહિલા દિવસ’ ઊજવાય છે.જેને પશ્ચિમ સંસ્ક્રૃતિમાં Woman's Day તરીકે ઉજવણી કરાય છે..
‘સ્ત્રી દેવી છે,માતા છે, દુહિતા છે, ભગિની છે,પ્રેયસી છે, ‘સ્ત્રી પત્ની છે,‘સ્ત્રી ત્યાગમૂર્તિ છે, અબળા-સબળા છે, શક્તિ છે, નારાયણી છે, પ્રેરણામૂર્તિ છે, રહસ્યમયી છે, દયાળુ, માયાળુ ને પ્રેમાળ છે. સહનશીલ છે. લાગણીપ્રધાન છે. સ્ત્રી સીતા ને સાવિત્રી છે.
‘સ્ત્રીની આગવી ઓળખ પુરુષ પ્રધાન સમાજે બનાવી છે,પણ ‘સ્ત્રી શું નથી કરી શકતી ?
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન સમયાનુસાર બદલાતું રહ્યું છે, ધર્માંશાસ્ત્રોએ નારીને ક્યાંક બહુમાન આપ્યું છે; તો ક્યાંક તેને નિરાધાર પણ દર્શાવી છે.
‘નારી તું નારાયણી’માં નારીને આદ્યશક્તિ રૂપે, માતૃશક્તિ રૂપે નવાજી છે. અને સાથો-સાથ આજની વરવી વાસ્તવિકતા પ્રત્યે આક્રોશ પણ છે. ‘આજે સ્ત્રી ઉત્કર્ષની વાતો અગાઉ ક્યારેય નહીં થઇ હોય એટલી હો-હા થઇ રહી છે’ તો બીજી બાજુ નારી પોતાની સ્વાધીનતાના પોકારો કરતી, પુરુષોની પરાવલંબી બનતી જાય છે.....
કાં તો એ પુરુષોની ગુલામ છે. કાં તો એ પુરુષોને રીજવતી નારી છે.... પોતાનું ઉન્નત સ્થાન આજ ના આ યુગ મા સ્ત્રી જમાવતી જાય છે અને એ કઈ ખોટું પણ નથી જ ને !!
માનવ જાતમાં સમષ્ટિગત કરુણા અને સ્નેહનું સિંચન કરવાની શક્તિ નારી સિવાય બીજા કોઈમાં નથી.....
નારીએ જ પુરુષની સંસ્કૃતિનું સર્જનને પોષણ કર્યું છે. પણ તે પુરુષ સમોવડી બનીને નહીં પણ સહધર્મચારિણી બનીને.ધર્મ અને ભક્તિના ક્ષેત્રોમાં તો પુરુષ કરતાં સ્ત્રીનું સ્થાન સવિશેષ છે. એટલે જ સ્વર્ગલોકમાં દેવો કરતાં દેવીઓની સંખ્યા અનેક ગણી છે.
સ્ત્રી સમાનતા જરૂર મેળવે, પોતાનું સ્થાન, પોતાનો મહિમા વિસર્યા વિના. નારી નારાયણી બનીને જ એ સ્થાન સાચવી શકે છે..
જેમ માળા ના મણકા હોય છે ને એવી જ રીતે સ્ત્રીના જીવનમાં પણ કોઈ વિરામ, અલ્પ કે પૂર્ણ- ક્યારેય ક્યાં આવતો જ નથી જેમ એક માળામાં એક મણકા પછી બીજો મણકો પાણીની જેમ વહી જાય છે,ને બિલકુલ એ જ રીતે જે રીતે સ્ત્રી એક જીવનમાંથી બીજા જીવનમાં સમાઈ જાય છે.
રવિન્દ્રનાથ ટાગોર માને છે કે ’સ્ત્રી એટલે સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ. સ્ત્રી સમાજની નિર્માત્રી છે. મનુષ્યની ધારક, રક્ષક અને પોષક ત્રણેની ભૂમિકામાં સ્ત્રી જ છે. વિનય,વિવેક અને વિનમ્રતા- સ્ત્રીના સ્વભાવમાં જ છે.
જે ઘરની લક્ષ્મી,કૂળની શાન અને કુટુંબનો પ્રાણ છે.’
જીવનના દરેક ક્ષેત્રમાં નારીઓ અગ્રણી રહી છે. “નારી તું નારાયણી"