રાધા અને કૃષ્ણ રંગાઈ ગયાં પ્રેમના રંગમાં,
આ ફાગણિયો પણ રંગાઈ ગયો કેસુડાના રંગમાં...
ભાન ભૂલીને રાધા કૃષ્ણ રમ્યા હોળીના રંગમાં,
આ ફાગણિયો પણ રમવા લાગ્યો વાયરાની સંગમાં....
રાધા કૃષ્ણે હરિફાઈ કરી એકબીજાને રંગ લગાવામાં,
આ ફાગણિયો પણ સ્પર્ધક બની ગયો અલગ ઉમંગમાં...
ઢોલ નગારાંને સાંભળીને રાધા કૃષ્ણ ઝૂમવા લાગ્યા ,
આ ફાગણિયો પણ ઝૂમવા લાગ્યો પ્રકૃતિના રંગમાં....
રાધા કૃષ્ણના પ્રેમના ઉત્સવમાં રંગ છલકાઈ ગયો વૃંદાવનમાં,
આ ફાગણિયો પણ છલકાઈ ગયો લાગણીને સ્નેહના સંબંધમાં....
રૂકમણી પટરાણી હોય તો રાધા છે કૃષ્ણના પ્રેમની દિવાની,
આ ફાગણિયો પણ દિવાનો થઈ ગયો રંગબેરંગી ફૂલોની સુગંધમાં...
-Bhargav Jagad