વાતવાતમાં બાફી નાખે! સાવે એમ નથી,
મધમીઠી વાતો જરાય ભાવે એમ નથી!
ઘવાઈ જાય હ્ર્દય જો લાગે ઠોકર એક,
ફરીથી એ ગલીમાં ચાલવું ફાવે તેમ નથી.
આડાંઅવળાં વેણથી એ વીંધાય શાને?
કોઈનું ચવાઈ ગયેલું એ ચાવે એમ નથી.
નાછૂટકેય લોહીનું પાણી કરે એ શીદને?
સંબંધ હોય તોય શું? એ ફાવે એમ નથી.
બેડીઓ ફગાવી દીધી એવી તો કેટલીયે,
ના રે! કહો એમ બદલાવ લાવે એમ નથી.
~Damyanti Ashani....✍️
-Damyanti Ashani