એકલતા.
નદીઓ વિશાળ થઇ આ પટમાં
પણ ક્યાંય કોઇ કિનારા નથી,
નીર મહિ આમતેમ ઘુઘવ્યા કરુ છું
પણ હાથ પર હાથ દેનાર સહારા નથી.
કદાચ કોઇ કિનારે પહોંચી ગયા
તો ક્ષણને સજાવનાર વિસામા નથી,
હોડી, હલેસું અને હું સાવ એકલા
દર્દને સમજનાર કોઇ અમારા નથી.
સુરજની આશ છે અને જ ઉજાસ છે
દિવસે ચમકતા અહીં કોઇ સિતારા નથી,
મન મહિ સળગતો પ્રશ્ન છે આ
કેમ અમે એકલા કોઇ અમારા નથી?
🙏