કહે છે લોકો કે પૈસા તો હાથનો મેલ છે;
પણ પૈસા કમાવવા ક્યાં ખાવાના ખેલ છે;
ગમે તેટલી ધન દોલત મેળવો બેઇમાનીથી,
પણ ફળે છે એ ધન જે પુરુષાર્થે મળેલ છે;
આજકાલ પૈસા પાછળ પાગલ બન્યા સૌ,
જાણે મનુષ્ય ખુદ છે મોર ને પૈસા ઢેલ છે;
પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ,
આજકાલ દરેકમાં આ એક સુત્ર સામેલ છે;
સત્ય તો એ છે કરો ગમે તેટલા ધમ્મ પછાળા,
મળે છે એજ "વ્યોમ" કે જે લલાટે લખેલ છે;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)