વ્હાલના દરિયા જેવી મામીનો છૂટ્યો જીવનમાંથી સાથ,
જાણે બંધ પકડમાંથી કોઈએ અચાનક છોડી દીધો મજબૂત હાથ....
હસતાં ખેલતાં પરિવારને કોઈની નજર લાગી ગયી ,
જાણે પરિવારને જોડી રાખતી કડી અચાનક તૂટી ગયી....
પ્રેમથી સજાવેલો સુંદર માળો એક ક્ષણમાં જ વિખરાઈ ગયું,
જાણે મહેનતથી બનાવેલું ઘર અચાનક વેરવિખેર થઈ ગયું....
કોઈ દિવસ ભૂલ્યે પણ નહીં ભૂલાય એવો પ્રેમ આપ્યો ,
જાણે લાગણીના સંબંધોમાં અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો...
મન હજું માનવા તૈયાર નથી તમે હવે અમારી સાથે નથી,
જાણે દિલનો ધબકતો હિસ્સો અચાનક દેહથી અલગ થઈ ગયો...
-Bhargav Jagad