પરદેશની યાત્રા ક્યાં કરવી છે મારે,
તું વિસામો ખાવાં ખાતરી કરી તો જો...
સ્વદેશી સમજી ડૂબકી લગાવી મેં તો,
તું સ્વજન બનવા પોતાનો કરી તો જો...
પરદેશના ઠાઠ-માઠથી અંજાય નહીં જાઉં,
એકવાર આગળ આવી વધાવી તો જો...
દરિયાના તળ ક્યાં માપવા મારે,
ખાલી હ્રદયમાં જગ્યા કરી તો જો....
-ક્રિષ્વી