આપણા મન મા કેટલીક ઘર કરી ગયેલ માન્યતાઓ...
- જે થતુ હોય એ થવા દો .
- ખરાબ કામ કરનાર ને ભગવાન સજા કરશે .
- હુ ઇમાનદાર હોવા છતા મારી સાથે ન્યાય ન થયો .
પહેલી માન્યતા .
આ મુજબ આપણે બધા વિચારીએ છીએ કે આપણી આસપાસ કે આપણી ખુદની સાથે કંઈ પણ ખરાબ થતુ હોય તો આપણે તેને રોકવા માટે કાઇપણ કરતા નથી , બધુ સ્થીતી પર છોડી દઈએ છીએ.
ખરેખર આનો અર્થ એ થાય છે કે આપણા મનમા એ ઘટના મુજબ જે ભાવ ઉત્પન્ન થાય છે તેમને દબાવવો નહી પણ સહજતા અને હોશપુર્વક તે મુજબ વર્તન કરવુ.
ઉદા. તરીકે જ્યારે કૃષ્ણ ને બાળપણ મા જ્યારે પુતના સ્તનપાન કરાવતી હતી ત્યારે કૃષ્ણ એ આપણી જેમ જ ભાવ રાખ્યો હોત તો તેમનુ મરણ નક્કી હતુ, પણ તેમણે બાળસહજ, જેમ બાળક સ્તનપાન મા માતા ને હેરાન કરે તેમજ વર્તન કર્યુ હતુ પણ પુતના ને સ્તનપાન નો અનુભવ જ ન હોવાથી તેમની 'રમત' સહન ન કરી શકી અને તેમનુ મરણ થયુ.
આ માન્યતા મુજબ આપણે સહજતા થી ભાવ કરવાના છે પણ માત્ર શરત એક જ છે કે સભાનતા પણ રાખવી .
બીજી માન્યતા.
પહેલી મુજબ જ બધુ ભગવાન પર ન છોડી દેતા આપણા થાય તેટલુ હોશપુર્વક વર્તન કરવુ આવશ્યક છે.
ત્રીજી માન્યતા.
આજકાલ ડિપ્રેશન નુ એક કારણ આ પણ છે , આવો વિચાર કરનાર સંસાર માથી પલાયન કરવાનુ પણ વિચારી લે છે .
પણ , ખરેખર જોતા આપણુ એવુ ક્યુ કર્મ છે , જે પુરુ કરવામા આપણે કોઈ ને માનસિક રીતે હાની ન પહોચાડી હોય, અને સાથે સાથે આપણને પણ એક જાતની મન ના કયાક ખુણે ગ્લાનિ પણ થય હોય ?
આમતો જોવા જઈએ તો આખિર કય મહાનુભુતિ ને તકલીફ નથી થય ? રામ થી લઈ ને કૃષ્ણ,મિરા થી લઈ ને ગંગાસતી , શંકરાચાર્ય થી લઈ ને રામાનુજ...બધાને જીવનભર માત્ર તકલીફ જ મળી , પણ તેમણે સહજભાવે તેમનુ કર્મ અવિરતપણે ચાલુ રાખ્યુ , કોઈ પણ જાતની આકાંક્ષા વગર.
અને કૃષ્ણ..મતલબ કે ભગવાન જ્યારે માણસ બનવાની સફર ખેડે ત્યારે તે કેવુ જીવન જીવે છે , તે સંદેશ આપનાર વ્યકિત આપણને આ માન્યતા નો સાચો અર્થ આપીને કર્મ નો મહાન સિદ્ધાંત આપે છે અને કહે છે કે તારી ફરજ માત્ર કર્મ કરવાની છે કે નહી કે તેમના ફળ ની ચિંતા કરવાની કે મળેલ ફળ પર પોતાનુ આધિપત્ય રાખવાની.