Gujarati Quote in Song by Chaitanya Joshi

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોમાંથી સાર ગ્રહીને,

અર્થોનો વિસ્તાર કરીને, હું હાલ્યો હરિને મળવાને.

ઈશ્વરની યાદ ભરીને,

જગતનિયંતા સ્મરીને, હું હાલ્યો હરિને મળવાને.

સમો હતો ખરાખરીને,

ના અચકાયો હું જરીને, હું હાલ્યો હરિને મળવાને.

મારા સાચાસગા શ્રીહરિને,

જપતો એને હું ફરીફરીને, હું હાલ્યો હરિને મળવાને.

ઉરે આશ દર્શનની ધરીને,

જાવું ભવજળ પાર તરીને, હું હાલ્યો હરિને મળવાને.

ના કોઈનાથી હું ડરીડરીને,

ક્યારે નૈન રહે મારાં ઠરીને, હું હાલ્યો હરિને મળવાને.

નહિ સમાજથી થરથરીને,

મેં ભક્તિ એની આદરીને, હું હાલ્યો હરિને મળવાને.

રાખી શકું અખૂટ સબૂરીને,

ના રહે મંઝિલ મારી અધૂરીને, હું હાલ્યો હરિને મળવાને.



- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Song by Chaitanya Joshi : 111785877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now