*તરહી ગઝલ...નાઝીર દેખૈયા*
"હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી"... નાઝીર દેખૈયા
પણ, ઈચ્છા પૂરી કરે એવો લાગતો તારો સૂર નથી.
સમજી બિચારો લૂંટવા ભલેને બેઠો આ જમાનો,
છું આજ હાલાતનો માર્યો પણ હું મજબૂર નથી.
ઘણા વર્ષો બાદ આજ રસ્તામાં કોઈ મળી ગયું,
શું કરું હવે કે એ મારી નજરોથી થાતાં દૂર નથી.
દિલમાં આપીને સ્થાન ભૂલી ગયા હશે એ જરૂર,
ભૂલી જાઉં હું પણ એમને, એટલોય નિષ્ઠુર નથી.
ગમે છે એજ જે નથી હોતાં કિસ્મતમાં "વ્યોમ"
ગમતું જ મળે એવો ઈશ્વરનો કોઈ દસ્તૂર નથી.
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)