માણસ
પેદા થયો કોઈ ની કુખે
કોઈ મા તો હું બેટો થયો
થોડા મોટા થતાં ભણવા મૂકયો
બેટા માંથી વિધાર્થી થયો
ભણી રહ્યા પછી લગ્ન કર્યા
વિદ્યાર્થી મા થી પતિ થયો..
મા નો સાથ ઓછો કરી પુરો પત્ની નો થયો
ઈશ્વર સાથે નો નાતો તોડી કામ સુખ મા પડ્યો રહ્યો
પરિણામે એક પુત્ર એક પતિ માંથી પિતા થયો...
સંસાર ના તમામ ઢસરડા કરતો રહી
કુંટુબ સુખ માટે કામ કરતો રહ્યો
આવ્યું ઘડપણ
જેમનો હું એક માત્ર આધાર હતો આજ હું બિજા ના આધારિત થયો
માન અપમાન થી ટેવાતો ગયો
મારે શું બનવાનું હતું અને હું શું બનતો ગયો?
ભગવાન તો મને પક્ષીઓ ની જેમ ગગન મા વિહાર કરવા મોકલેલ.... મનુ માંથી મનુષ્યત્વ નો ફેલાવો કરવા નો હતો પણ
હું એક પામર બની ને રહી ગયો