તું તો છોડીને જતી રહી મને એકલો મૂકીને બસ યાદોના સહારે જીવું છું હું,
મારા પહેલાં પ્રેમની પહેલી ગિફ્ટ એટલે તારી સાથે વિતાયેલી યાદગાર ક્ષણો....
તે પ્રેમ કર્યો હતો કે પછી ટાઈમપાસ કર્યો હતો એ નથી જાણતો હું,
મારા પહેલાં પ્રેમની પહેલી ગિફ્ટ એટલે મારા દિલે કરેલો તને નિસ્વાર્થ પ્રેમ...
તારી આંખોમાં આંસું નહીં આવે એવી કોશિશ કરતો રહતો હતો હંમેશાં હું,
મારા પહેલાં પ્રેમની પહેલી ગિફ્ટ એટલે મારા આંસુઓ સાથે તારી યાદો
તારી સાથે જીવન વિતાવાના સપનાં જોતો રહતો હતો હંમેશા હું,
મારા પહેલાં પ્રેમની પહેલી ગિફ્ટ એટલે મારા ફોનમાં સાચવેલો તારો ફોટો....
તને રોજ અવનવી ગિફ્ટ આપીને ખુશ કરવા માગતો હતો હંમેશાં હું,
મારા પહેલાં પ્રેમની પહેલી કે છેલ્લી ગિફ્ટ એટલે તારા પર રાખેલો વિશ્વાસ.....
-Bhargav Jagad