અમુક પેપરબેક પુસ્તક પ્રકાશકો નવા લેખકોને માતૃભારતી વિષે કહે છે કે શું તમને માતૃભારતી રોયલ્ટી આપે છે?
અને અમુક યુવાન લેખકો અમને પૂછવા પણ આવે છે કે તમે અમને શું આપ્યું?
એ રોયલ્ટીનું ગણિત આ પ્રમાણે છે જેની લેખકોએ નોંધ લેવી.
1. પેપરબેક પુસ્તક પ્રકાશન થકી 1000 પુસ્તકો છાપી અને વેચો તો લગભગ 2 થી 3 વર્ષ લાગે. કદાચ વધારે.
એક પુસ્તકની કિંમત રૂ 200 રાખો, તો કુલ વેચાણ રૂ 2 લાખનું થયું.
એમાં ટ્રાન્સપોર્ટ, કુરિયર, ડીલર ડિસ્કાઉન્ટ, ઓનલાઇન ડિસ્કાઉન્ટના 60% કાઢી નાંખો. એટલે વધે રૂ 80 હજાર.
એમાં રોયલ્ટીની મળવા પાત્ર રકમ 10% એટલે રૂ 8 હજાર.
બે થી 3 વર્ષે આ રકમ મળે જો ખરેખર 1000 કોપી વેચાય. જે 90% કેસમાં થતું નથી.
પણ ધારીએ કે આ થયું તો લખકને રૂ 8000 રોયલ્ટી મળી અને 1000 વાચકો સુધી પહોંચાયું કહેવાય.
2. માતૃભારતી પર વર્ષે એક લેખકની એક નવલકથા ઓછા માં ઓછા 40-50 હજાર વાંચકો સુધી જાય છે.
આ લગભગ 90% લેખકોની વાત છે. બીજા લેખકો વાર્તા કે સાતત્ય નહીં જાળવી શકતા હોઈ ઓછા વાચકો મેળવે છે.
આ ડાઉનલોડ મેળવવા માતૃભારતી મહિને લાખો રૂપિયા સર્વર, સ્ટાફ અને સર્વિસમાં ખર્ચે છે.
તો લેખકે નક્કી કરવું કે તેઓને થોડાક હજાર રુપિયા થોડાક વર્ષોમાં મેળવવા ગમે કે લાખો વાચકો થોડાક વર્ષોમાં લેવા ગમશે.
અને એમાંય પેપર પુસ્તક વાંચીને પ્રતિસાદ મેળવવું સહેલું છે કે ઓનલાઇન પ્રતિસાદ મેળવવો ?
માતૃભારતી પર વાંચન કરતા 25% લોકો પ્રતિસાદ આપે છે, જે લેખકને પ્રેરણા આપે છે. 10% વાચકો ઇનબોક્સ ચેટમાં પ્રતિસાદ આપે છે. એવું પેપર પુસ્તકો કરી શકે તો ઘણું સારું.
અહીં પેપરબેક નહીં કરવા સૂચન નથી પણ એની અમુક મર્યાદાઓ છે એટલે એને માતૃભારતી સાથે સરખાવવું યોગ્ય નથી.
અને પેપરબેક કરવી છે એટલે ઓનલાઇન નહીં કરવી એ પણ ભ્રમ છે, ઓનલાઇન વાચકો પુસ્તક નથી ખરીદતા અને પુસ્તક ખરીદનાર ઓનલાઈન નથી વાંચતા.
જો પેપરબેકની ખરીદી વધે તો ચોક્ક્સ લેખકે એ બાબતે વિચારવું પણ આ ઘણા ગુજરાતી લેખકોએ કરેલ અસફળ પ્રયાણ એમને દેવા નીચે લાવી દેતા હોય છે.
અંગ્રેજી પેપરબેક ખૂબ સારું ચાલે છે પણ એમાંય ટોપ 10 કે 25 લેખકો સિવાય માર્કેટ નવા લેખકો માટે નબળું જ છે.
હિન્દી પેપરબેક થોડું સારું થયું છે પણ રૂ 25-50 માં 100 પેજનું પુસ્તક હોમ ડિલિવરી કેવી રીતે થાય છે એ ગણિત સમજાતું નથી.
છેલ્લે,
માતૃભારતી 10 હજારથી વધુ લેખકોને ગુણવત્તા અને ડાઉનલોડ ના માપદંડ પર રોયલટી આપી ચૂક્યું છે.