દુઃખ જાશે તો સુખ આવશે ....
અંધકાર જાશે તો અંજવાળુ આવશે ....
નિષ્ફળતા જાશે તો સફળતા આવશે .
વાક્યોની રચના અને બૌદ્ધિક રીતે સાવ સાચુ કહેવાય પણ જીવન મા આ મુજબ વિચાર અને કર્મ કરતા ભાઠે ભરાઈ જતા વાર નથી લાગતી . કારણ કે આ રીતે કામ કરનાર સૌથી પહેલા જેને દુર કરવુ છે એ લાગણી નો વિચાર વધારે કરશે , દુઃખ કેમ કપાય , અંધકાર મા રસ્તો કેમ દેખાય વગેરે વગેરે .
આપણુ મન અલાદીન ના જીન જેવુ છે , તે માત્ર એ જ સાકાર કરશે જે વિચાર, જે લાગણી એમને આપણા દ્વારા મળશે .
હવે આપણે જ હંમેશા દુઃખ ને , નિષ્ફળતા ને જ વાગોળતા રહીએ છીએ. આપણે એને ટાળવા નુ ભલે વિચારીએ પણ એને વાગોળવાથી મન એને જ સત્ય સમજીને સાકાર કરશે .
એને બદલે સફળતાના,સુખના જ વિચાર કરવા ભલે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય.