"સાથ"
જરુંર મારે તમારાં સાથની ઘણીય,
નહિતર આ એકલો હું શું રે કરશે,
જરૂંર મારે અસફળતાની ઘણીય,
નહિતર આ સફળતાની સીડી કેમ મળશે,
જરુંર મારે અંધારાની ઘણીય,
નહિતર આ અંજવાળાનો પ્રકાશ કેમ આવશે,
જરુંર મારે દુ:ખોની ઘણીય,
નહિતર આ જીવનમાં સુખ કેમ ભરાશે,
જરુંર મારે સત્યની ઘણીય,
નહિતર આ જીવન સાચું કેમ બનશે,
જરુંંર મારે તમારાં સાથેની ઘણીય,
નહિતર આ એકલો હું શું રે કરશે..
મનોજ નાવડીયા