મસાલા વગરની વાનગી આપણને નહીં ભાવે,
એમ મસાલા વગરનું જીવન પણ સારું નહીં લાગે....
મસાલા માપસર નહીં પડે રસોઈમાં તો વાનગી બેસ્વાદ લાગે,
એમ મસ્તી મજાક ને ઝધડા વિનાનું જીવન આપણને બેરંગ લાગે...
ખારાશ વિના કોઈ પણ વાનગી આપણને મોળી લાગે,
એમ કોઈ સાથ વિનાની જિંદગી આપણને સૂની લાગે...
અવનવી વાનગીઓ પ્રમાણે એમના અલગ સ્વાદ હોય,
એમ જીવનમાં મળેલા દરેક વ્યક્તિના અલગ સ્વભાવ હોય...
જાતજાતની વાનગી જમી લેશો પણ મા ના હાથ જેવો ટેસ્ટ નહીં લાગે,
એમ જીવનની સફરમાં અઢળક મળશે, મા જેવો નિસ્વાર્થ પ્રેમ કોઈ નહીં આપે...
કયારેક વાનગી નહીં ભાવતી હોય તોપણ જમી લેવા પડે,
એમ જીવનમાં જે મળ્યું એનો સંતોષ માનીને ચાલવું પડે....
-Bhargav Jagad